10/09/2023

શાહરૂખ ખાનની જવાન જોઈ શું બોલ્યા અખિલેશ યાદવ? 

શાહરૂખ ખાનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ જવાનની ચારેકોર ચર્ચા થઈ રહી છે અને પ્રશંસા લૂંટી રહી છે

ફિલ્મમાં હેલ્થ સેક્ટરના સ્કેમ  અને ખેડૂતોની આત્મહત્યા વિશે બતાવવામાં આવ્યુ છે. આ મુદ્દાઓને ઉઠાવવાને લઈને પણ ફિલ્મ ચર્ચામાં છે.

હવે જવાન પર ઉત્તર પ્રદેશના  પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવનું રિએક્શન  સામે આવ્યુ છે 

અખિલેશ યાદવે ટ્વીટ કરી ફિલ્મની પ્રશંસા કરી છે અને તેમણે જણાવ્યુ કે જવાન મનોરંજનની સાથે જવાબદારીનો સંદેશ પણ આપે છે

અખિલેશે ફિલ્મના દરેક  કલાકારો, લેખક, ડાયરેક્ટર, નિર્માતા અને ફિલ્મ સાથે  જોડાયેલા તમામ લોકોને દિલી મુબારકબાદી આપી છે.

અખિલેશે શાહરૂખની આ ફિલ્મને ખરા અર્થમાં જાગૃતિ લાવનારી ગણાવી

સિનેમા કઈ રીતે તેમનુ સામાજિક દાયિત્વ નિભાવે છે, જવાન ફિલ્મ તેનું એક ઉદાહરણ છે

અખિલેશ યાદવે એ પણ જણાવ્યુ કે દેશની વિચારસરણી કેટલી પોઝિટિવ છે તે આ ફિલ્મની લોકપ્રિયતા બતાવી રહી છે.

તેમણે ફિલ્મની ટીમને શુભેચ્છા આપી અને અંતમાં જવાનનો ડાયલોગ લખ્યો જો જિંદા હો તો ફિર જિંદા નજર આના જરૂરી હૈ.

જીમમાં ગયા વિના ફિટ રહેવુ હોય તો આ એક્ટિવિટીઝ કરો