મેનોપોઝ દરેક સ્ત્રીના જીવનનો હિસ્સો છે, પરંતુ ઘણી વખત આ મેનોપોઝ સમસ્યા બની જતું હોય છે ,આવો જાણીએ તેના લક્ષણઓ
મેનોપોઝ પછી ઘણીવાર મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
મેનોપોઝ દરમિયાન મહિલાઓના પીરિયડ્સ બંધ થઈ જાય છે.આ સમયગાળા દરમિયાન,સ્ત્રીઓમાં શારીરિક અને માનસિક રીતે ઘણા ફેરફારો થાય છે.
મેનોપોઝ દરમિયાન મહિલાઓના શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થાય છે. તમને જણાવી દઈએ કે મહિલાઓમાં મેનોપોઝના લક્ષણો 6-7 મહિના પહેલા જ દેખાવા લાગે છે.
મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓમાં હોટ ફ્લૅશ જેવા લક્ષણો દેખાઈ શકે છે. આમાં, અચાનક ગરમીનો અહેસાસ, વધુ પડતો પરસેવો અને ત્વચા લાલ થઈ જવા જેવા લક્ષણો જોવા મળે છે.
મેનોપોઝ દરમિયાન, સ્ત્રીઓના શરીરના હોર્મોન્સમાં ફેરફાર થાય છે. જેના કારણે મહિલાઓને મૂડ સ્વિંગ અને ચીડિયાપણાની સમસ્યા પણ રહે છે.
મેનોપોઝ પછી મહિલાઓને યોનિમાર્ગ એટલે કે પ્રાઈવેટ પાર્ટમાં શુષ્કતાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
મેનોપોઝ દરમિયાન મહિલાઓના પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે અને ધીમે ધીમે બંધ થવા લાગે છે.
મેનોપોઝ દરમિયાન મહિલાઓને ઊંઘમાં તકલીફ,માથાનો દુખાવો અને ચીડિયાપણું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.