ફિટ અને હેલ્ધી રહેવા માંગો છો? તો આજે જ ફોલો કરો આ 'ટિપ્સ'
26 May 2025
જો તમે ફિટ અને તંદુરસ્ત રહેવા માંગો છો, તો તમારે તમારા જીવનમાં સ્વાસ્થ્યને લઈને કેટલાંક ફેરફારો કરવા પડશે.
ફિટ અને તંદુરસ્ત
નાના-નાના ફેરફારો કરવાથી શરીરમાં સારો સુધારો જોવા મળશે. તો ચાલો જાણીએ કે, શરીરને હેલ્ધી રાખવા કઈ ટિપ્સને ફોલો કરવી.
હેલ્ધી રાખવાની ટિપ્સ
દિવસની ઓછામાં ઓછી 400 ગ્રામ શાકભાજી ખાઓ અને ફળફળાદી ખાઓ. આનાથી ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવી બિમારીનું જોખમ ઘટશે.
શાકભાજી અને ફળફળાદી ખાઓ
દિવસ દરમિયાન ફક્ત 5 ગ્રામ એટલે કે 1 ચમચી મીઠું જ ખાઓ. ખારા નાસ્તાથી અને વધારે મીઠા વાળી જે પ્રોડક્ટ હોય તેનાથી સાવધ રહો.
મીઠા વાળી પ્રોડક્ટથી સાવધ રહો
સુગરથી દાંત ખરાબ થાય છે અને વજનમાં વધારો થાય છે. મીઠાઈ, સુગર ડ્રિંક્સ અને ગળ્યા નાસ્તાનું સેવન ઓછું કરો.
ગળ્યા નાસ્તાનું સેવન ઓછું કરો
સેચ્યુરેટેડ ફેટ (જેમ કે ઘી, માખણ, તળેલો ખોરાક) અને ટ્રાન્સ ફેટ (પેકેટવાળું જંક ફૂડ) ખાવાનું ઓછું કરો.
જંક ફૂડ ખાવાનું ઓછું કરો
સરસવનું, તલનું અથવા સુરજમુખીનું તેલ અને સૂકા મેવા (બદામ, અખરોટ)નો આહાર વધુ લો. આનાથી હૃદય સ્વસ્થ રહે છે.
હ્રદય સ્વસ્થ
18 થી 64 વર્ષના લોકોએ દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટ પોતાના માટે કાઢવી જોઈએ. ટૂંકમાં, વ્યાયામ કે શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ.
શારીરિક પ્રવૃત્તિ
બ્લડ પ્રેશરને 'સાયલન્ટ કિલર' કહેવાય છે. આથી નિયમિત ચેક અપ કરાવવું જરૂરી છે.
નિયમિત ચેક અપ
નિયમિત ચેક અપથી તમે કિડની, હૃદય અને મગજને લગતી બિમારીથી બચી શકો છો.
મગજને લગતી બિમારીથી બચશો
ખાવાનું બનવાતી વખતે મીઠું, સોયા સોસ અને હાઈ-સોડિયમ મસાલાનો ઉપયોગ ઓછો કરો.
સોડિયમ મસાલાનો ઉપયોગ
આ પણ વાંચો
તમે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવો છો? તો આ ભૂલો ક્યારેય ના કરો
Vastu tips: ઘરની કઈ દિશામાં ઘડિયાળ રાખવી જોઈએ?
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?