29 Oct 2023

ચાલવાથી તમારું આયુષ્ય થશે લાંબુ, જાણો શું કહે છે સંશોધન

Pic credit - Freepik

દરેક વ્યક્તિ જાણે છે કે ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નવા સંશોધનો દર્શાવે છે કે વધારે ચાલવાથી વધી શકે છે ઉંમર

ચાલવાથી વધી શકે છે લાઈફ

રોજબરોજ ચાલવાથી શરીરમાં સ્ફુર્તિ રહે છે. શરીર રિલેક્સ થઈને કામ કરે છે. મૃત્યુનું જોખમ ઘટી જાય છે.

બોડી રિલેક્સ

નેધરલેન્ડ, અમેરિકા અને સ્પેનમાં વૉકિંગના ફાયદાઓ પર કરવામાં આવેલા લેટેસ્ટ રિસર્ચમાં 12 લેવલ પર 11 હજારથી વધુ લોકો પર ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો.

વૉકિંગ પર નવું રિસર્ચ 

અભ્યાસ અનુસાર જો કોઈ વ્યક્તિ યોગ્ય ગતિએ ચાલે છે તો તે દસ મિનિટમાં લગભગ 1000 પગલાં પૂર્ણ કરી શકે છે

દસ મિનિટમાં કેટલા સ્ટેપ્સ

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જો કોઈ વ્યક્તિ દરરોજ લગભગ 2500 પગલાં ચાલે છે તો તેનાથી મૃત્યુનું જોખમ 8 ટકા ઓછું થઈ શકે છે.

2500 ડગલાં ચાલવું

જે લોકો નિયમિત રીતે દરરોજ 2700 ડગલાં ચાલે છે તેઓ હૃદય સંબંધિત સમસ્યાઓ 11 ટકા ઓછી કરે છે.

2700 ડગલાં ચાલવું

જો કોઈ વ્યક્તિ દરરોજ લગભગ 7 હજાર ડગલાં ચાલે તો હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ 51 ટકા ઓછું થઈ શકે છે

7000 ડગલાં ચાલવું 

રિસર્ચ કહે છે કે જે લોકો સ્વસ્થ અને લાંબુ જીવન જીવવા માગે છે તેઓએ નિયમિત રીતે લગભગ 9 હજાર પગલાં ચાલવાની આદત પાડવી જોઈએ.

આટલા પગલાથી તમારું આયુષ્ય વધશે

કૃતિ સેનને રેડ એન્ડ વ્હાઇટ સાડીમાં આપ્યા  હટકે લુક, જુઓ તસવીર