17 June 2025
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ? જાણો શું છે આની પાછળનું કારણ
હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ કરવાના કેટલાંક નિયમો છે, જેનું પાલન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
પૂજા-પાઠના નિયમો
એવામાં મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ ન વગાડવો જોઈએ, તેનું પણ એક મુખ્ય કારણ છે.
ઘંટ ન વગાડવો
એવું માનવામાં આવે છે કે, જ્યારે કોઈ વ્યક્તિ મંદિરમાં ઘંટ વગાડે છે, ત્યારે ઘંટ વગાડનાર વ્યક્તિ અને તેની આસપાસના લોકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
ઘંટ કેમ વ
ગાડવો?
વાસ્તુશાસ્ત્રની સાથે-સાથે સ્કંદ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે, મંદિરના ઘંટનો અવાજ 'ૐ' ને સમાન હોય છે.
ઘંટનો અવાજ 'ૐ'
હિન્દુ ધર્મમાં 'ૐ'ના અવાજને પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. આથી મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવાની એક ખાસ પરંપરા છે.
ઘંટ વગાડવાની પરંપરા
જો કે, કેટલીકવાર આપણે એવું પણ જોયું હોય છે કે લોકો મંદિરમાંથી બહાર નીકળતી વખતે પણ ઘંટ વગાડે છે.
ધ્યાન રાખવા જેવું
વાસ્તુશાસ્ત્ર મુજબ, મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડવો એ ખોટી બાબત છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ
આવું કરવાથી તમે મંદિરની સકારાત્મક ઉર્જા મંદિરમાં છોડી આવો છો. ટૂંકમાં કહીએ તો, તમે મંદિરેથી ખાલી હાથ બહાર નીકળો છો.
સકારાત્મક ઉર્જા
આ ઉપરાંત ઘંટ વગાડતી વખતે કોઈ દેવી-દેવતાના મંત્ર અથવા આરતીનો જાપ કરવો જોઈએ.
આરતીનો જાપ
આવું કરવાથી આજુબાજુનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ રહે છે.
વાતાવરણ પવિત્ર
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, વાસ્તુ શાસ્ત્ર મુજબ આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો
Vastu Tips: રસોડામાં અરીસો લગાવવો જોઈએ કે નહીં?
Laptop બેટરીની લાઇફ વધારવા માંગો છો? આ રીતને ધ્યાનમાં રાખો
શું ડાર્ક ચોકલેટ ખાવાથી શુગર લેવલ વધે છે?