16 June 2025
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
સનાતન ધર્મમાં, માં લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી કહેવામાં આવે છે.
ધનની દેવ
ી
જો માં લક્ષ્મી હતાશ થાય તો ધનવાન વ્યક્તિ પણ ગરીબ બની જાય છે.
માં હતાશ થાય તો?
વાસ્તુશાસ્ત્ર મુજબ, જ્યારે માં લક્ષ્મી નિરાશ થાય છે ત્યારે ઘરમાં કેટલાંક સંકેતો આપે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ
જો ઘરમાં અચાનક મની પ્લાન્ટ સુકાઈ જવા લાગે, તો સમજવું કે માં લક્ષ્મી તમારાથી નિરાશ છે.
મની પ્લાન્ટ
બીજું કે, જ્યારે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યારે સમજવું કે માં લક્ષ્મી તમારાથી પ્રસન્ન નથી.
તુલસીનો છોડ
આ સિવાય જો ઘરના નળમાંથી સતત પાણી ટપકી રહ્યું છે તો એ પણ તમારા માટે એક અશુભ સંકેત છે.
સતત પાણી ટપકવું
રસોડામાં જો વારંવાર દૂધ ઢોળાય તો સમજવું કે ધનની દેવી તમારાથી ક્રોધિત છે.
દૂધનું ઢોળાઈ જવું
જો તમારા ઘરેથી વારંવાર ઘરેણાં ખોવાઈ જાય છે તો સમજવું કે માં લક્ષ્મીની દયા તમારા પર બનેલી નથી.
ઘરેણાં ખોવાઈ જવા
માં લક્ષ્મીને ખુશ કરવા તમારે તેમની યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ.
પૂજા કરો
જણાવી દઈએ કે, માં લક્ષ્મીને શંખ, ખીર, કમળનું ફૂલ અને બીજ, ગુલાબનું અત્તર અર્પણ કરો. આનાથી તમારી બધી સમસ્યા દૂર થશે.
આટલું કરો
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, વાસ્તુ શાસ્ત્ર મુજબ આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો
Vastu Tips: રસોડામાં અરીસો લગાવવો જોઈએ કે નહીં?
Laptop બેટરીની લાઇફ વધારવા માંગો છો? આ રીતને ધ્યાનમાં રાખો
શું ડાર્ક ચોકલેટ ખાવાથી શુગર લેવલ વધે છે?