(Credit Image : Getty Images)

04 July 2025

રસોડામાં ભારે વસ્તુઓ કઈ દિશામાં રાખવી જોઈએ?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં ભારે વસ્તુઓ જેમ કે, અનાજ, કઠોળ, મોટા વાસણો, ફ્રિજ વગેરે રાખવા માટે દિશા પણ નક્કી કરવામાં આવી છે. ચાલો જાણીએ રસોડામાં ભારે વસ્તુઓ ક્યાં રાખવી જોઈએ?

રસોડું

રસોડામાં ભારે વસ્તુઓ રાખવા માટે દક્ષિણ કે પશ્ચિમ દિશા સૌથી શુભ માનવામાં આવે છે. માઇક્રોવેવ, મિક્સર વગેરે વિદ્યુત ઉપકરણો દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવા જોઈએ.

દક્ષિણ કે પશ્ચિમ દિશા

દક્ષિણ અને પશ્ચિમ દિશાઓ પૃથ્વી તત્વ સાથે સંકળાયેલી છે. આ દિશામાં ભારે વસ્તુઓ રાખવાથી ઘરમાં સ્થિરતા અને બેલેન્સ જળવાઈ રહે છે. જે  પરિવારના સભ્યોના જીવનમાં સ્થિરતા લાવે છે.

સ્થિરતા અને બેલેન્સ

આ દિશામાં ભારે વસ્તુઓ રાખવાથી રસોડામાં પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે. આ ઉર્જા ઘરમાં સમૃદ્ધિ અને સુખ લાવે છે.

પોઝિટિવ એનર્જી

વાસ્તુ અનુસાર અનાજ અને કરિયાણાની વસ્તુઓ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખવાથી ઘરમાં અન્નપૂર્ણા દેવી આવે છે અને ધનની કમી રહેતી નથી. તે આવકના નવા સ્ત્રોત ખોલવામાં પણ મદદ કરે છે.

સંપત્તિમાં વધારો

ભારે વસ્તુઓ ખોટી દિશામાં રાખવાથી નેગેટિવ એનર્જી વધી શકે છે. જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ અને નાણાકીય મુશ્કેલીઓ થઈ શકે છે. દક્ષિણ કે પશ્ચિમ દિશા આ નેગેટિવ અસરોને ઘટાડે છે.

નેગેટિવ એનર્જી

જો રસોડાની દિશા વાસ્તુ અનુસાર ન હોય, તો દક્ષિણ કે પશ્ચિમ દિશામાં ભારે વસ્તુઓ રાખીને વાસ્તુ દોષને અમુક અંશે ઘટાડી શકાય છે. તે ઘરમાં સુમેળ જાળવવામાં મદદ કરે છે.

ઉપાય