હળદરયુક્ત દૂધ કે હળદર વાળું પાણી..  આ બેમાંથી કયું શ્રેષ્ઠ?

01 ડિસેમ્બર 2023

Pic credit - Freepik

હળદર અનેક રોગોમાં કામ આવે છે. તેમાં અનેક ગુણધર્મ રહેલા છે. જે વ્યક્તિ તંદુરસ્ત રાખે છે.

હળદર

હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, ફાઈબર, મેંગેનીઝ, વિટામિન સી અને પોટેશિયમ રહેલા હોય છે. તેથી તેને સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે.

હળદરના ગુણ

લોકો સ્વસ્થ રહેવા માટે હળદરવાળું દૂધ પીવું પસંદ કરે છે. આજે પણ ઈજાના કિસ્સામાં હળદરનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.

હળદરવાળું દૂધ

ઘરેલુ ઉપચારમાં હળદરના પાણીનું ચલણ વધ્યું છે. હળદરનું પાણી પીવાથી શરદી, ખાંસી, ગળામાં ખરાશ કે કાકડા મટે છે

હળદરનું પાણી

પ્રશ્ન એ છે કે આપણે કોનું સેવન કરવું જોઈએ, હળદર દૂધ કે પાણી. નિષ્ણાતોના મતે આ બંનેનું અલગ-અલગ મહત્વ છે, તેથી કોઈ એકને વધારે સારું ન ગણી શકાય.

કયું સારું છે

હળદર વાળું દૂધ અને પાણી બંને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. સ્વાસ્થ્ય માટે કોઈપણ ઉપાય અજમાવતા પહેલા નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી જોઈએ.

બંનેના ફાયદા

જેમનું પેટ ખરાબ છે તેમણે હળદરવાળું દૂધ કે પાણી પીવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે હળદર ગરમ હોવાથી ઝાડા થઈ શકે છે.

વધારે હળદર ન પીવો

જો કોઈ વ્યક્તિ ઈજા કે શરદીથી પીડિત હોય, તો તેણે રાત્રે સૂતા પહેલા હળદર વાળું દૂધ અથવા પાણીનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ.

સેવન કરવાનો યોગ્ય સમય

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ