બદલાતા મૌસમના કારણે ગળુ થઈ ગયુ છે ખરાબ, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

9 નવેમ્બર 2023

ગળુ ખરાબ માત્ર શિયાળામાં જ નહી, કેટલીકવાર તે ઠંડુ પાણી પીવાથી, ખાટા ખોરાક ખાવાથી અથવા અન્ય કેટલાક ચેપને કારણે અને પ્રદૂષણના કારણે પણ થઈ શકે છે

હવામાનમાં ફેરફારની સાથે જ બીમારીઓ દેખાવા લાગે છે અને તેના કારણે શરદી ઉધરસની સાથે ગળુ પણ ખરાબ થઈ જાય છે 

કેટલીક વાર ભોજન કે પાણી પીવામાં તકલીફ પડે છે, ત્યારે આ ઘરેલુ ઉપચાર તમારા ગળાને કરી દેશે એકદમ સ્વસ્થ

આદુ અને ફુદીના જેવા આયુર્વેદિક ઘટકોમાંથી બનાવેલી હર્બલ ટી ઉધરસ સહિત ગળામાં દુખાવો અને સોજામાં રાહત આપે છે

મધ અને લીંબુ ગળામાં દુખાવો, સોજો અથવા જામી ગયેલા કફ માટે ઘરેલું ઉપચાર છે. આને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને ખાલી પેટ પીવો.

ગળાની સમસ્યા માટે આ એક દેશી અને જૂની પદ્ધતિ છે. હૂંફાળા પાણીમાં મીઠું નાખી તેના ગાર્ગલ કરો. 

કાળા મરીને પીસી મધ સાથે મિક્સ કરીને તેને ખાવ તેનાથી પણ ગળાને રાહત મળશે

તુલસીને આદુનું પાણી પણ ગળા માટે બેસ્ટ છે આમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો છે જે કફને પણ સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે.

નાની ઉંમરમાં વાળ કેમ થઈ જાય છે સફેદ? જાણો કારણ અને ઉપાય