આજકાલ નાની ઉંમરે વાળ સફેદ થઈ રહ્યા છે. ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન છે
8 નવેમ્બર 2023
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વધતું પ્રદૂષણ, બિનઆરોગ્યપ્રદ ખાનપાન અને તણાવ વાળ પર નકારાત્મક અસર કરે છે.
નિષ્ણાતો માને છે કે તેની માટે અન્ય ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.
વધુ પડતો તણાવ અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા પણ આ માટે જવાબદાર હોઈ શકે છે.
શરીરમાં વિટામિન B12 ની ઉણપ પણ નાની ઉંમરમાં વાળ સફેદ થવાનું કારણ હોઈ શકે છે.
તણાવ શરીરની સાથે વાળને પણ નુકસાન પહોંચાડે છે. જેના કારણે ઉંઘ ના આવવી, ભૂખ ન લાગવી, હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
વાળ સફેદ થતા અટકાવવા માટે આમળાનું તેલ વધુ અસરકારક છે. તેમજ તમે આમળાનો રસ કે કાચા આમળા ડાયટમાં સામેલ કરી શકો છો
તમે ફક્ત મહેંદી લગાવીને તમારા વાળને સુંદર રંગ આપી શકો છો. તેમાં આમળા, ભૃંગરાજ, બ્રાહ્મી વગેરે ઔષધિઓનો પણ ઉપયોગ કરી શકો છો.
મીઠો લિમડો અને તેનું તેલ પણ વાળને સફેદ થતા અટકાવવા માટે બેસ્ટ છે તમે કોપરેલ પણ એડ કરી શકો છો
કામ કરતી વખતે શું તમે થાક અને આળસ અનુભવો છો, તો પીવો આ ડ્રિન્કને રહો એનર્જેટિક