22/11/2023

ગોળનું વધુ પડતુ સેવન કરવાથી થાય છે આ નુકસાન

મોટાભાગના લોકોને ખોરાકમાં ગળ્યુ ખાવા માટે જોઈએ છે. જેમાં અનેક લોકો ગોળનું સેવન કરે છે.

ઘણા લોકો શુગરના સેવન કરવાથી બચવા માટે ગોળનું સેવન કરતા હોય છે. પરંતુ કેટલાક સંજોગોમાં ગોળનું સેવન હાનિકારક સાબિત થાય છે.

ડાયાબિટીસ ધરાવતા કેટલાક લોકો ખાંડનો સારો વિકલ્પ ગોળને માને છે. વધારે પ્રમાણમાં ગોળનું સેવન કરવાથી નુકસાનકારક સાબિત થાય છે.

ગોળને રિફાઈન કરીને બનાવવામાં આવતા કેટલીક વાર બિનઆરોગ્યપ્રદ સાબિત થાય છે.

કોઈ પણ વ્યક્તિને ગોળનું સેવન કરવાથી એલર્જી હોય તો તેમને ઉબકા, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ગોળમાં પ્રોટીન અને ચરબી તેમજ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝથી ભરપૂર હોવાથી વજનમાં વધારો થઈ શકે છે.

ગોળનું વધારે પડતુ સેવન કરવાથી પાચનતંત્રમાં અસંતુલન થઈ શકે છે. અને કબજિયાત થઈ શકે છે.

ગોળની તાસીર ગરમ હોવાથી શરીરમાં વધુ પડતી ગરમી પેદા થવાના કારણે પણ પાચન પ્રક્રિયાને અસર કરી શકે છે.  

શિયાળામાં સૂંઠ ખાવાના ફાયદા જાણી રહી જશો દંગ