20/12/2023

આ લોકોએ હિંગનું સેવન ના કરવુ જોઈએ

Pic - socialmedia

દાળમાં સ્વાદ અને સુગંધ વધારનારી હિંગ દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે.

Pic - socialmedia

આમ તો હિંગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ઉપયોગી છે.

Pic - socialmedia

ભોજનનો સ્વાદ વધારવા માટે એક ચપટી હિંગ પૂરતી છે, પરંતુ કેટલાક લોકોને તેની આડઅસર પણ થઈ શકે છે.

ગેસની સમસ્યામાં લોકો અવારનવાર હિંગ લેતા હોય છે, પરંતુ જે લોકોને લૂઝ મોશનની સમસ્યા હોય તેમણે ભૂલથી પણ હિંગ ન ખાવી જોઈએ.

પ્રેગ્નેન્ટ મહિલાએ હીંગનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ

હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ હીંગનું સેવન કરવાનું ટાળવું જોઈએ, નહીં તો સમસ્યા વધી શકે છે.

હીંગના વધુ પડતા સેવનથી ત્વચા પર લાલાશ અને કળતર જેવી સમસ્યા થઈ શકે છે.આથી સ્કિન એલર્જીવાળા લોકોએ દૂર રહેવું

હીંગ બ્લડ ક્લોટની પ્રક્રિયાને ધીમી કરે છે,તેથી જેમને લોહી સંબંધિત સમસ્યા હોય તેઓએ હીંગના સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી

તમારા વાળ ખરવાનું શું હોઈ શકે છે કારણ, જાણો