આ ફૂડ કિડની માટે છે ખતરનાક , તહેવારોની સિઝનમાં સાચવદજો
10 નવેમ્બર 2023
કિડની શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. તેથી કિડનીને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કિડનીને સ્વસ્થ રાખવા માટે આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.
તહેવારોની સિઝનમાં આપણે ઘણીવાર આહાર પ્રત્યે બેદરકાર થઈ જઈએ છીએ. ત્યારે કિડનીને સુરક્ષિત રાખવા આ ફૂડને અવોઈડ કરો
સોડામાં હાજર ફોસ્ફરસ તમારી કિડનીને નુકસાન પહોંચાડે છે અને તેને નબળી બનાવે છે તેથી તહેવારોની સિઝનમાં સાચવજો
જો તમને કિડનીની સમસ્યા છે તો તમારે એવોકાડોનું સેવન ન કરવું જોઈએ. તેમાં પુષ્કળ પોટેશિયમ હોય છે
શું તમે જાણો છો કે તળેલું ભોજન ખાવાથી કિડનીની કાર્યપ્રણાલી પર ખરાબ અસર પડે છે. વધારે તળેલું ખાવાનું ટાળો
વધુ માત્રામાં આલ્કોહોલ પીવાથી કિડનીને પણ નુકસાન થાય છે. જે લોકોને કિડનીની સમસ્યા હોય તેમણે દારૂ ન પીવો જોઈએ
કેળાને પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. તેથી કિડનીના દર્દીઓએ તેનાથી દૂર રહેવું જોઈએ. તેના બદલે તમે પાઈનેપલનું સેવન કરી શકો છો.
બદલાતા મૌસમના કારણે ગળુ થઈ ગયુ છે ખરાબ, તો અપનાવો આ ઘરેલુ ઉપાય
અહીં ક્લિક કરો