પહેલા આપ્યું 250 ટકા વળતર, હવે ટાટાની આ કંપની આપશે ડિવિડન્ડ!

12  April, 2024

ટાટા ગ્રુપની કંપની ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશને એક વર્ષમાં બમ્પર વળતર આપ્યું છે.  

હવે શેરમાં ફરી એકવાર એક્શન જોવા મળી શકે છે, કારણ કે કંપનીએ જણાવ્યું છે કે તે પરિણામોની સાથે ડિવિડન્ડ પણ જાહેર કરી શકે છે.

 24 એપ્રિલે કંપનીના બોર્ડની બેઠક યોજાવા જઈ રહી છે. કંપની આ બેઠકમાં ડિવિડન્ડ અંગે વિચારણા કરશે.

જો મંજૂરી મળશે તો ડિવિડન્ડ જાહેર કરી શકાશે. આ ઉપરાંત, કંપની માર્ચ ક્વાર્ટરના પરિણામો પણ જાહેર કરશે.

અગાઉ કંપનીએ 12 જૂન, 2023માં શેર દીઠ 48ના ડિવિડન્ડ આપ્યું હતું

અગાઉ, 2 જૂન, 2022 દરમ્યાન  55નું ડિવિડન્ડ આપવામાં આવતું હતું.

ડિસેમ્બર ક્વાર્ટરનો નફો 53 કરોડ હતો, જે ગયા વર્ષની સરખામણીમાં 54 ટકા વધુ છે.

ગુરુવારે ટાટા ઇન્વેસ્ટમેન્ટનો શેર 1.38 ટકા વધીને 7000 પર બંધ થયો હતો.

આ સ્ટોક એક મહિનામાં 25.22% ઘટ્યો છે, જ્યારે છ મહિનામાં 114.36% નો વધારો થયો છે.

ટાટા ઇન્વેસ્ટમેન્ટના શેરે 1 વર્ષમાં 253 ટકા વળતર આપ્યું છે. આ સ્ટોક પાંચ વર્ષમાં 707 ટકા વધ્યો છે.

અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ નિષ્ણાતોની સલાહ લીધા બાદ કરવી.

All Image - Canva