સોમનાથ મંદિર પરિસરમાં શાળાના બાળકોએ માટીના ગણપતિનું નિર્માણ કર્યું

27/09/2023

સોમનાથ મંદિરના પૂજારીએ શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે બાળકોને ગણેશ પૂજન કરાવ્યું 

સોમનાથ તીર્થમાં ગણેશ મહોત્સવ પર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

આવનારી પેઢીમાં ધર્મ, આધ્યાત્મ અને પર્યાવરણ પ્રેમનું સિંચન કરવા વિશેષ આયોજન

આ કાર્યક્રમમાં 8 સ્થાનિક શાળાઓના બાળકો જોડાયા હતા

બાળકોએ સોમનાથ મંદિરમાં સંકીર્તન ભવન ખાતે માટીના ગણેશજીનું પૂજન કર્યું

કેળના પત્તાથી બનેલ પાત્ર અને પૂજા સામગ્રી સાથે પૂજન કરવામાં આવ્યું

મંદીરના પુજારી દ્વારા શાસ્ત્રોકત વિધિ અનુસાર ગણેશજીની પૂજા કરાવવામાં આવી 

શાળાના બાળકો સાથે શિક્ષકો પણ આ ભગીરથ કાર્યમાં જોડાયા 

જામનગરમાં બનાવાઈ 24.6 ફૂટ લાંબી બોલપેન, ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાશે