ચહેરા પર ફટકડી લગાવવાથી શું થાય? 

02 Sep, 2024

ફટકડીનો ઉપયોગ ત્વચાની સંભાળમાં લાંબા સમયથી કરવામાં આવે છે.  

ત્વચા માટે ફટકડીનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે. તેનાથી ચહેરા પરથી ડાઘ, કરચલીઓ, ફાઈન લાઈન્સ અને ખીલ દૂર થાય છે.

ફટકડી ત્વચામાંથી પિગમેન્ટેશન અને ડાઘ ઘટાડે છે અને મૃત કોષોને દૂર કરે છે.

ફટકડીનો ઉપયોગ કરીને ખીલની સમસ્યા પણ દૂર કરી શકાય છે.

ફટકડીનો ટુકડો પાણીમાં બોળી ચહેરા પર થોડીવાર મસાજ કરો. આ કામ વધુ સમય સુધી ન કરો.

ફટકડીનો ઉપયોગ ત્વચા માટે ક્લીંઝર તરીકે કરી શકાય છે.

ફટકડીનો ઉપયોગ ઇજાઓમાંથી ચેપ અને રક્તસ્રાવને રોકવા માટે અથવા શેવ કટ પછી થાય છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. ફેસ ટ્રીટમેન્ટ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.

All Photos _ Canva