આ 3 સસ્તી વસ્તુઓ છે સારા તેંડુલકરની ફિટનેસનું રહસ્ય
11 May, 2025
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સતત ચર્ચામાં રહે છે.
દરેક વ્યક્તિ તેની પરફેક્ટ ફિટનેસ અને ચમકતી ત્વચાની દિવાની છે. આવી સ્થિતિમાં, બધાને તેની ફિટનેસ અને સુંદરતાનું રહસ્ય જાણવા ઉત્સુકતા હોય છે.
સારાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાની સરળ અને સ્વસ્થ જીવનશૈલી વિશે માહિતી આપી. 27 વર્ષીય સારાએ જણાવ્યું કે તે પોતાના દિવસની શરૂઆત એક ગ્લાસ પાણી, મુઠ્ઠીભર બદામ અને એક કપ બ્લેક કોફીથી કરે છે.
સારા કહે છે, “હું મારી સવારની શરૂઆત પાણી, બદામ અને બ્લેક કોફીથી કરું છું, કારણ કે મને વહેલા ઉઠવું ગમે છે. કોફી વગર તો ચાલી જ ન શકે.”
તેણી કહે છે કે તેણે પહેલા ડિટોક્સ જ્યૂસ જેવી ઘણી સવારની દિનચર્યાઓ અજમાવી છે, પરંતુ હવે તે તેના સમયપત્રક અને મૂડ અનુસાર વસ્તુઓ સરળ રાખવાનું પસંદ કરે છે.
સારા તેંડુલકરની ત્વચા ખૂબ જ સંવેદનશીલ છે. તેથી તે જે ઉત્પાદનોનો ઉપયોગ કરે છે તેમાં ખૂબ જ કાળજી લે છે.
તેણી રાત્રે એસિડ અથવા રેટિનોલ જેવા ઘટકો વાળો કોઈ ખોરાક લેતી નથી, ખાસ કરીને ત્યારે જ્યારે તે બીજે દિવસે તડકામાં બહાર જવાનો પ્લાન કરતી હોય.
તે કહે છે કે, “મારો ત્વચા અને ફિટનેસ પ્રત્યેનો અભિગમ ખૂબ જ સરળ છે. જટિલ રીતો અપનાવવાને બદલે, હું મારી ત્વચાની જરૂરિયાતોને સમજીને તેનું ધ્યાન રાખું છું.”
તમે પણ સારા તેંડુલકરની જેમ સરળ ફિટનેસ અને સ્કિન કેઅર રુટિન અપનાવીને ફિટ અને ગુડ લૂકિંગ રહી શકો છો.