ટાટાની ફેવરિટ કંપનીએ બનાવ્યો રેકોર્ડ, 135 મિનિટમાં 5200 કરોડની કમાણી

02, March, 2024 

રતન ટાટાની ફેવરિટ કંપની ટાટા મોટર્સ છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ચર્ચામાં છે.

શનિવારે વિશેષ સત્રમાં ટાટા મોટર્સનો શેર રૂ. 992.80ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

વિશેષ સત્ર લાંબું ચાલ્યું નહીં. કંપનીનો શેર 1.15 ટકાના ઉછાળા સાથે રૂ. 988.40 પર બંધ થયો હતો.

જો કે એક દિવસ પહેલા રતન ટાટાની ફેવરિટ કંપનીના શેર રૂ.977.20 પર બંધ થતા જોવા મળ્યા હતા.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આગામી સપ્તાહના ટ્રેડિંગ દિવસોમાં ટાટા મોટર્સનો શેર રૂ. 1000ને પાર કરશે.

જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન ટાટા મોટર્સના એમકેપમાં માત્ર 135 મિનિટમાં લગભગ રૂ. 5200 કરોડનો વધારો થયો હતો.

આ વધારા સાથે, ટાટા મોટર્સનું માર્કેટ કેપ ટૂંકા સમયમાં 3,29,932.42 કરોડ થઈ ગયું.

એક દિવસ પહેલા ટાટા મોટર્સનું માર્કેટ કેપ 3,24,748.14 કરોડ જોવા મળ્યું હતું.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ચમક્યું બોલિવુડ, જુઓ સેલેબ્સની તસવીરો