11/12/2023

આ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો શિયાળામાં મૂળા ન ખાતા

મૂળામાં પ્રોટીન, ફાઈબર, આયર્ન, પોટેશિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા તત્વો સારા પ્રમાણમાં હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

શિયાળામાં લોકો મૂળાનું સલાડ ખાવાનું પસંદ કરે છે

જ્યારે કેટલાક લોકો મૂળાના પરાઠા પણ બનાવીને ખાય છે, પરંતુ કેટલાક લોકો માટે મૂળા હાનિકારક છે.

જે લોકો આર્થરાઈટિસથી પીડિત હોય તેમણે શિયાળા દરમિયાન મૂળાનું સેવન ટાળવું જોઈએ, નહીં તો દુખાવો વધી શકે છે.

જે લોકોને પેટમાં ગેસ બનતી હોય કે ગેસની સમસ્યા હોય તેમણે રાત્રે મૂળો ના ખાવો જોઈએ, તેનાથી પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

જે લોકોનું શિયાળામાં શરીરમાં જકડાઈ અને દુખાવો થતો હોય તેઓએ પણ મૂળાનું સેવન ટાળવું જોઈએ

ખાલી પેટે કાચો મૂળો ખાવાનું ટાળો કારણ કે તે હાર્ટબર્ન અને ગેસ જેવી પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે.

જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેઓએ મૂળાનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ

હ્રદયને સ્વસ્થ અને બીમારીઓ ભગાવી દેશે શિયાળામાં મળતી આ ભાજી