પાકિસ્તાનની મહિલા ક્રિકેટરે કર્યા લગ્ન, બાબર આઝમે લૂંટાવી મહેફિલ, જુઓ તસવીર

13  April, 2024

પાકિસ્તાની મહિલા ક્રિકેટર આલિયા રિયાઝે લગ્ન કરી લીધા છે. આલિયાએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વકાર યુનિસના નાના ભાઈ અલી યુનિસ સાથે લગ્ન કર્યા હતા.

લાહોરના ફાર્મહાઉસમાં આયોજિત નિકાહ સમારોહમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ સહિત ઘણા સ્ટાર ક્રિકેટરોએ હાજરી આપી હતી.

બાબર આઝમની મહિલા ટીમની કેપ્ટન નિદા દાર સાથે ક્લિક કરાયેલી તસવીરો જે વાયરલ થઈ રહી છે.

અઝહર અલી,રમીઝ રાજા, ઈન્ઝમામ ઉલ હક, મોહમ્મદ યુસુફ, મુશ્તાક અહેમદ, કામરાન અકમલ અને મિસ્બાહ ઉલ હક જેવા દિગ્ગજ ક્રિકેટરો પણ ફંક્શનનો ભાગ બન્યા હતા.

pakistani female cricketer aliya with ali younis marriage photos

pakistani female cricketer aliya with ali younis marriage photos

પાકિસ્તાની મહિલા ક્રિકેટર નિદા ડાર, બિસ્માહ મારૂફ, સિદ્રા અમીન, અનમ અમીન, ઇરમ જાવેદ અને નતાલિયા પરવેઝ પણ આ ફંક્શનનો ભાગ બની હતી.

આલિયા અને અલી યુનિસે આ મહિનાની શરૂઆતમાં સગાઈ કરી હતી. જેમાં ફક્ત બંનેના પરિવારજનો જ હતા.

કોમેન્ટ્રીની દુનિયામાં અલી યુનુસ એક જાણીતું નામ છે. તે તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગમાં કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો.

આલિયા રિયાઝની ગણતરી પાકિસ્તાની મહિલા ટીમની શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થાય છે. તેણે પાકિસ્તાન માટે 62 ODI અને 83 T20 મેચ રમી છે.

આ દરમિયાન તેણે 2147 રન બનાવ્યા અને 30 વિકેટ લીધી. આલિયા 2018 અને 2020 મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમનો ભાગ રહી ચૂકી છે.