અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબીનો સ્વાદ માણશે
24 Oct 2023
Pic credit - Tv 9 gujarati
દશેરાનું પર્વ ફાફડા-જલેબીની જ્યાફત વગર અધૂરૂ મનાય છે
અમદાવાદમાં ફરસાણના વેપારીઓએ વિજયાદશમીના પર્વને લઈ ખાસ તૈયારીઓ કરી છે
જો કે ફાફડા-જલેબીનો સ્વાદ માણવા ખિસ્સું થોડું વધારે હળવું કરવું પડશે
ગયા વર્ષ કરતાં ફાફડા-જલેબીના ભાવમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે
સાથે-સાથે ચણાનો લોટ અને ગેસના ભાવ પણ વધ્યા છે
ફાફડા આશરે 700થી 900ના કિલો છે, ચોખ્ખા ઘીની જલેબી એક કિલોના આશરે 800થી 900 રૂપિયા અને ચોળફળીના કિલોના અંદાજે 400થી 450 રૂપિયા છે
ફાફડા બનાવવા માટે ખાસ કારીગરો બોલાવવા પડે છે અને જેનું મહેનતાણું વધારે ચુકવવું પડે છે તેથી પણ ભાવ વધારો નોંધાયો છે
ભાવ ગમે તેટલો હોય પરંતુ અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના લોકો કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે
અમદાવાદમાં ફરસાણના વેપારીઓએ ફાફડા-જલેબીનું રેકોર્ડબ્રેક વેચાણ થવાની આશા વ્યક્ત કરી રહ્યાં છે
દશેરાના દિવસે આ જગ્યાઓ પર શોક મનાવવામાં આવે છે, નથી થતું રાવણ દહન
અહીં ક્લિક કરો