જો તમે વીગન ડાયટ ફોલો કરો છો તો જાણો તેના ફાયદા અને ગેરફાયદા

01 Nov 2023

Pic credit - Freepik

વીગન ડાયેટ એટલે માત્ર છોડ પર થતો ખોરાક ખાવો. આ આહાર પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનવા અને જીવો પ્રત્યે સારું વર્તન કરવાની પ્રેરણા આપે છે.

શું છે વીગન ડાયેટ

આજકાલ બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની ઘણી સેલિબ્રિટીઝ પણ વીગન ડાયટ ફોલો કરે છે અને તેને ફિટ રહેવા માટે ખૂબ જ સારૂ માને છે.

વીગન ડાયટનો ટ્રેન્ડ

સોનમ કપૂર, અક્ષય કુમાર, આમિર ખાન, શાહિદ કપૂર, જેકલીન ફર્નાન્ડિસ, કંગના રનૌત, કરીના કપૂર, આલિયા ભટ્ટ આ ડાયટ કરે છે ફોલો

સેલિબ્રિટીએ અપનાવ્યો છે ટ્રેન્ડ

 નવેમ્બરને વીગન માસ તરીકે ઉજવવામાં આવે છે, તો ચાલો જાણીએ કે આ ડાયટ ફોલો કરવાના ફાયદા અને ગેરફાયદા શું છે.

વીગન ડાયટ મહિનો

 વીગન ડાયટ ફોલો કરનારા લોકો ડ્રાય ફ્રૂટ્સ, બદામ, બીજ, લીલીઓ, લીલા શાકભાજી, સોયા મિલ્ક, રાઇસ મિલ્ક, કોકોનટ મિલ્ક, પીનટ બટર જેવી વસ્તુઓ લે છે.

વીગન ડાયટમાં શું ખાવું

વીગન ડાયટ વજન ઘટાડવામાં મદદ કરે છે, ટાઇપ 3 ડાયાબિટીસને કંટ્રોલ કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને કેટલીક બીમારીઓને ઓછી કરવામાં મદદ કરે છે.

આ છે ફાયદા

 વીગન ડાયટ ક્યારેક પ્રોટીનની ઉણપ પૂરી નથી કરતું, જેના કારણે મસલ્સ નબળા પડી શકે છે, મિનરલ્સ યોગ્ય રીતે ન મળવાથી નબળાઈ અને એનિમિયા થઈ શકે છે.

આ છે ગેરફાયદા

આના કારણે સમયે સમયે શરીરમાં વિટામિન B-12, વિટામિન B-2, વિટામિન D, કેલ્શિયમ, પ્રોટીન, ઓમેગા-3, ઝિંક જેવા પોષક તત્વોની ઉણપ થઈ શકે છે.

વિટામીનની ઉણપ

લાઈફસ્ટાઈલમાં પણ વીગનિઝમ વધવા લાગ્યું છે. આમાં લોકો ચામડાંની બનેલી વસ્તુઓનો ઉપયોગ કરતાં નથી અને એવી બ્યુટી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરતા નથી. જેમાં પ્રાણીઓ તરફથી મેળવેલી કોઈપણ વસ્તુનો ઉપયોગ થતો નથી.  

વીગન લાઈફસ્ટાઈલ

38 ટકા સુધી રિટર્ન મેળવવા દિવાળીની સીઝનમાં ખરીદો આ 5 શેર