નવરાત્રીમાં 9 દેવીનો ચક્ર સાથે આધ્યાત્મિક શક્તિનો સંબંધ રહેલો છે.
Pic credit - Social media
શૈલપુત્રી મૂલાધર ચક્રનું પ્રતીક છે. તે આધ્યાત્મિક શક્તિઓનો સંચાર કરે છે. શૈલપુત્રીની પૂજા કરવાની સાથે કામ કરવાની ક્ષમતા વધે છે.
શૈલપુત્રી
બ્રહ્મચારિણી મા સ્વાધિષ્ઠાન ચક્રનું પ્રતીક છે. તેમનો આધ્યાત્મિક પ્રભાવ વ્યક્તિને નિયંત્રિત વિચારો અને મનની શુદ્ધિ માટે પ્રેરિત કરે છે. હિંમત વધારવા માટે માતાની પૂજા કરવી.
બ્રહ્મચારિણી
ચંદ્રઘંટા મણિપુર ચક્રનું પ્રતીક છે. તેમનો આધ્યાત્મિક પ્રભાવ વ્યક્તિને વિચારો અને સંતોષની શૂન્યતા તરફ દોરી જાય છે. સંતોષ મેળવવા માટે ચંદ્રઘંટાની પૂજા કરો.
ચંદ્રઘંટા
આ દેવી અનાહત ચક્રનું પ્રતીક છે. તેમનો આધ્યાત્મિક પ્રભાવ વ્યક્તિને આત્મા સાથે એક થવાની પ્રેરણા આપે છે. પ્રામાણિકતા વધે છે અને અંદરનો ડર દૂર થાય છે.
કુષ્માંડા
આ દેવી વિશુદ્ધ ચક્રનું પ્રતિક છે. તેમનો આધ્યાત્મિક પ્રભાવ વ્યક્તિને ભગવાનનો સાક્ષાત્કાર કરવાની પ્રેરણા આપે છે. તેમની પૂજાથી વ્યક્તિમાં આકર્ષણ વધે છે
સ્કંદમાતા
આ માતા આજ્ઞા ચક્રનું પ્રતીક છે. તેમનો આધ્યાત્મિક પ્રભાવ વ્યક્તિને અજાણ્યા ભયમાંથી મુક્ત કરે છે. તેમની પૂજા કરવાથી તણાવમાંથી મુક્તિ મળે છે.
કાત્યાયની
આ ભાનુ ચક્રનું પ્રતીક છે. તેમનો આધ્યાત્મિક પ્રભાવ વ્યક્તિને અહંકારથી મુક્ત કરે છે. આ ઉપરાંત દેવીની પૂજા કરવાથી માનસિક શક્તિ વધે છે.
કાલરાત્રી
આ સોમ ચક્રનું પ્રતીક છે. તેમનો આધ્યાત્મિક પ્રભાવ વ્યક્તિને આત્માની શુદ્ધતા તરફ પ્રેરે છે. તેમની પૂજા કરવાથી આળસમાંથી મુક્તિ અને એકાગ્ર ચિત્ત થાય છે.
મહાગૌરી
આ સહસ્રાર ચક્રનું પ્રતીક છે. તેમની આધ્યાત્મિક અસર વ્યક્તિને પ્રકૃતિ અને જીવંત પ્રાણીઓમાં ભગવાનની છબીનો અહેસાસ કરાવે છે. તેમની પૂજા કરવાથી સફળતા અને શાંતિ મળે છે.
સિદ્ધિદાત્રી
ગરબા રમવાથી શરીરને થાય છે ગજબના ફાયદા, જાણીને તમને પણ લાગશે નવાઈ