હાર્દિક પંડ્યાએ બોલિવૂડ અભિનેત્રીને કરી 'ફોલો'

20 July, 2024

હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડાની જાહેરાત કરી હતી.

હાર્દિક-નતાશાના લગ્નને માત્ર 4 વર્ષ જ થયા હતા. તેઓએ 2020માં કોર્ટ મેરેજ કર્યા હતા. આ પછી, તેઓએ 2023 માં ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા.

હાર્દિક અને નતાશાને એક પુત્ર પણ છે જેનું નામ અગસ્ત્ય છે. છૂટાછેડાની જાહેરાત થાય તે પહેલાં, નતાશા તેને તેના દેશ સર્બિયા લઈ ગઈ.

હાર્દિકના છૂટાછેડાને માત્ર બે દિવસ જ થયા છે. હવે તેનું નામ બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સાથે જોડાવા લાગ્યું છે.

હાર્દિક પંડ્યા પણ અનન્યા પાંડેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

આટલું જ નહીં અનન્યા પાંડેએ પણ તેને ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, બંનેએ પ્રાઈવસી ઓન કરી દીધી છે.  

અનન્યાએ તાજેતરમાં આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ કર્યું હતું અને હવે તેનું નામ હાર્દિક સાથે જોડાવા લાગ્યું છે.

બંને અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. હવે બંનેએ એકબીજાને ઈન્સ્ટા પર ફોલો કરવાનું શરૂ કરી દીધું છે.