મર્ચન્ટ નેવીમાં કારકિર્દી કેવી રીતે બનાવવી, પગાર અને મહત્વની માહિતી

24 Aug 2024

આપણા દેશમાં જ્યારે પણ સારા પગારવાળી નોકરીની વાત થાય છે ત્યારે તેમાં મર્ચન્ટ નેવીનું નામ ચોક્કસથી જ આવે છે.

મર્ચન્ટ નેવીમાં જોડાવા માટે, તમારે કોઈપણ માન્ય બોર્ડમાંથી વિજ્ઞાન પ્રવાહમાં 60 ટકા માર્ક્સ સાથે 12મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ.

ઉમેદવારની ઉંમર 17 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સિવાય તેની પાસે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે.

મર્ચન્ટ નેવી કોર્સમાં પ્રવેશ મેળવવા માટે, વિદ્યાર્થીએ પ્રવેશ પરીક્ષા પણ પાસ કરવી પડશે. આ પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી અને લોજિકલ રિઝનિંગને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે.

આ પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગના આધારે કોલેજો ફાળવવામાં આવે છે.

મર્ચન્ટ નેવીમાં ઓફિસર બનવા માટે તમે નોટિકલ સાયન્સમાં B.Tech કોર્સ, B.Sc in Notical Science and Marine Engineering કરી શકો છો.

જો મર્ચન્ટ નેવીમાં પગારની વાત કરીએ તો નોકરીની શરૂઆતમાં 60 થી 80,000 રૂપિયા મળે છે. જ્યારે તમે ડેક ઓફિસર બનો છો, ત્યારે પગાર 1.5 લાખ રૂપિયા સુધી પહોંચે છે.

નોકરીમાં પ્રમોશન પછી, તમારો માસિક પગાર દર મહિને 5 લાખ રૂપિયાથી વધુ થઈ શકે છે, જુઓ વીડિયો