(Credit Image : Getty Images)
20 Aug 2025
Good Brain Health: મગજના સારા સ્વાસ્થ્ય માટે આ આદતો છોડી દો
જો મગજ યોગ્ય રીતે કામ કરે છે તો યાદશક્તિ, વિચારવાની ક્ષમતા અને મૂડ બધું સારું રહે છે. તે ભવિષ્યમાં ડિમેન્શિયા અને અલ્ઝાઈમરથી પણ રક્ષણ આપે છે.
મગજનું સારું સ્વાસ્થ્ય
મગજને તીક્ષ્ણ અને સ્વસ્થ રાખવા માટે કેટલીક આદતો બદલવી જરૂરી છે. ચાલો જાણીએ કે કઈ આદતો છોડી દેવી જોઈએ
આદતો છોડી દો
ન્યુરોસાયન્ટિસ્ટ Jamey Maniscalcoના મતે ઊંઘ મગજનું ઘરકામ છે. ઊંઘનો અભાવ મગજને થકાવી દે છે અને ડિમેન્શિયાનું જોખમ વધારે છે.
ઊંઘનો અભાવ
સિગારેટનો ધુમાડો મગજના કોષોને નુકસાન પહોંચાડે છે. તે ઓક્સિડેટીવ તણાવ અને બળતરા વધારે છે. આ વિચારવાની અને સમજવાની ક્ષમતાને અસર કરે છે
ધૂમ્રપાન
દારૂનું સેવન મગજના સ્વાસ્થ્યને બગાડે છે. તે યાદશક્તિને નબળી પાડે છે અને નિર્ણય લેવાની ક્ષમતા પર ખરાબ અસર કરે છે.
દારૂનું સેવન
વધુ પ્રોસેસ્ડ ખોરાકનું સેવન અને પોષણનો અભાવ મગજની એનર્જી ઘટાડે છે. ફળો, શાકભાજી અને સ્વસ્થ ચરબી મગજને એક્ટિવ રાખે છે.
ખરાબ ખાવાની ટેવ
નવી વસ્તુઓ ન શીખવાથી મગજ નિસ્તેજ બને છે. નવી ભાષાઓ, પુસ્તકો અથવા સ્કિલ મગજને એક્ટિવ રાખે છે.
દરરોજ એક જ કામ
આ પણ વાંચો
આ છે અપશુકનના 7 સંકેત !
મંગળસૂત્ર પહેરવાની પરંપરા ક્યાંથી શરૂ થઈ?
ઘરમાં આ છોડ વાવો, પૈસાનો થશે આપમેળે જ વરસાદ!