'કોન્ડોમ' એ બદલી નાખી બિઝનેસમેનની કિસ્મત, આજે તેની નેટવર્થ છે અબજોમાં

25 July, 2024

ભારતમાં એક બિઝનેસમેન છે જેણે 12 વર્ષ સુધી દવા વેચવાનું કામ કર્યું, પરંતુ પછી એક 'કોન્ડોમે' તેનું નસીબ બદલી નાખ્યું.

અહીં અમે વાત કરી રહ્યા છીએ મેનકાઇન્ડ ફાર્માના માલિક રમેશ જુનેજાની. તેમની કંપનીએ 1995માં કામ કરવાનું શરૂ કર્યું હતું.

પોતાની કંપની શરૂ કરતા પહેલા રમેશ જુનેજાએ કીફાર્મા લિમિટેડ અને લ્યુપિન જેવી કંપનીઓમાં ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું.

રમેશ જુનેજાએ તેમના ભાઈ રાજીવ જુનેજા સાથે મળીને કંપની શરૂ કરી હતી. શરૂઆતમાં તેમની પાસે માત્ર 53 મેડિકલ રિપ્રેઝન્ટેટિવ્સ (MR) અને મેનેજર હતા

લગભગ 12 વર્ષ સુધી દવાઓનું ઉત્પાદન કર્યા પછી, 2007માં મેનકાઇન્ડ ફાર્માની કિસ્મત બદલાઈ ગઈ. તે જ વર્ષે કંપનીએ મેનફોર્સ કોન્ડોમ બ્રાન્ડ લોન્ચ કરી.

ફોર્બ્સ અનુસાર આજે રમેશ જુનેજાની કુલ સંપત્તિ 3 અબજ ડોલર છે. ભારતીય ચલણમાં આ અંદાજે રૂપિયા 25,137 કરોડ છે.

મેનકાઇન્ડ ફાર્માએ ગયા વર્ષે તેનો IPO લોન્ચ કર્યો હતો અને કંપનીને શેરબજારમાં લિસ્ટેડ કરી હતી. આ પછી રમેશ જુનેજાની નેટવર્થ ઝડપથી વધી છે.