દારૂની બોટલના દર રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. કેટલીક જગ્યાએ તે મોંઘી છે, જ્યારે અન્ય જગ્યાએ દારૂની બોટલ ઘણી સસ્તી છે.
પરંતુ શું તમે જાણો છો કે અલગ-અલગ રાજ્યોમાં શા માટે દારૂની કિંમતો બદલાય છે?
સરકારની એક રાષ્ટ્ર-એક કરની નીતિ દારૂ પર લાગુ પડતી નથી. આ કારણોસર, દેશભરમાં દારૂ પરના ટેક્સ સમાન નથી.
દારૂ પરનો ટેક્સ દરેક રાજ્ય પ્રમાણે નક્કી કરવામાં આવે છે. રાજ્ય સરકાર પોતાની રીતે દારૂ પર ટેક્સનું આયોજન કરે છે.
આ જ કારણ છે કે ગોવા જેવા કેટલાક રાજ્યોમાં દારૂ સસ્તો છે, જ્યારે કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર સહિતના ઘણા રાજ્યોમાં દારૂ પર ઊંચા ટેક્સને કારણે તે મોંઘો છે.
મળતી માહિતી મુજબ કર્ણાટક રાજ્યમાં દારૂ સૌથી મોંઘો છે અને સૌથી સસ્તો દારૂ ગોવામાં મળે છે.
કર્ણાટકમાં તમને સરેરાશ 513 રૂપિયામાં દારૂની બોટલ મળશે, જે ગોવામાં 100 રૂપિયા છે.