પર્વતોની સુંદરતા અજોડ હોય છે. તમે બરફ અને હરિયાળીથી ઢંકાયેલા પર્વતો જોયા જ હશે
પહાડોની સુંદરતા
વિશ્વમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં તમને રંગબેરંગી પર્વતો જોવા મળશે
રંગબેરંગી પર્વતો
પશ્ચિમ ચીનમાં પર્વતો પરના રંગબેરંગી સ્તરો જોઈને, તમને એવું લાગશે કે જાણે કોઈએ કેનવાસ પર પેઇન્ટિંગ દોર્યું હોય, આ જગ્યાને Zhangye Danxia Landscape તરીકે ઓળખવામાં આવે છે.
ઝાંગ્યે ડેનક્જિયા, ચીન
પેરુમાં લગભગ 17 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત મોન્ટાના ડી સિએટ કલર્સ પર્વતમાળા મેઘધનુષના સાત રંગો જેવી છે. જેના કારણે આ પર્વતોને રેઈનબો માઉન્ટેન પણ કહેવામાં આવે છે.
રેઈનબો માઉન્ટેન, પેરુ
જો તમે આર્જેન્ટીનામાં Serranía de Hornocal ની પર્વતમાળા જોશો તો તમે તેને જોતા જ રહી જશો.આ જગ્યાને જોઈને તમે કહેશો 'કુદરતનો કરિશ્મા'.
સેરાનિયા ડે હોર્નોકલ
વ્હીલર કાઉન્ટી, ઓરેગોનની ભૂરા, લાલ અને નારંગીની રંગબેરંગી ટેકરીઓ અદભૂત નજારો છે. આ ટેકરીઓ અનેક ભૌગોલિક ઘટનાઓને કારણે બની હતી.
કલરફુલ હિલ્સ ઓરેગોન, યુએસએ
ફ્રાન્સના દક્ષિણમાં સ્થિત મોન્ટાગ્ને સેન્ટ વિક્ટર એ લાઈમસ્ટોન ટેકરીઓ છે, આ ખૂબ જ સુંદર જગ્યાઓ 18 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે.
મોન્ટાગ્ને સેન્ટ વિક્ટર, ફ્રાંસ
આઇસલેન્ડમાં સૌથી આશ્ચર્યજનક સ્થળ લેન્ડમાનનલૌગર છે. ઉનાળાની ઋતુમાં અહીંના રંગબેરંગી પહાડો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે.
લેન્ડમાનનલૌગર
જમીન વગર હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજીથી કરી શકાય છે શાકભાજીની ખેતી