23 માર્ચ 2024

આ ટ્રિક અજમાવો અને નાળિયેરમાં પાણી ચેક કરો

Pic credit - Freepik

નાળિયેરનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં તેને પીવું જોઈએ.

નાળિયેર પાણીમાં પોટિશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ઈલેક્ટ્રોલાઈટ્સ જોવા મળે છે. જે આપણને તરત જ એનર્જી આપે છે. 

નાળિયેર પાણી આપણા વાળ અને સુંદરતામાં વધારો કરે છે.

નાળિયેર ખરીદતી વખતે લોકોને ફરિયાદ રહે છે કે પાણી ઓછું નીકળે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો આ રીત અપનાવો.

નાળિયેર ખરીદતી વખતે તેને કાન પાસે લાવીને હલાવો. જો અંદરથી પાણી છલકવાનો અવાજ આવે તો સમજો કે પાણી ઓછું છે. જ્યારે પાણી ઓછું હોય છે ત્યારે આવું થાય છે.

મોટું નાળિયેર લેવાને બદલે ફ્રેશ, કાચું અને લીલું નાળિયેર લો. તે જેટલું લીલું હશે પાણી એટલું જ મીઠું અને સાફ હશે.

તેમજ બ્રાઉન કલરના નાળિયેરનો અર્થ છે કે તે હવે પાકવા લાગ્યું છે. તેમાં પાણી ઓછું અને મલાઈ વધારે જોવા મળે છે. 

પાકેલા નાળિયેરમાં મલાઈ વધારે નીકળે છે અને પાણી ઓછું જોવા મળે છે. તેમજ કાચા નાળિયેરમાં પાણીની ભાગ વધારે હોય છે અને મલાઈ નહીવત માત્રામાં હોય છે.