ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ વધુ અમીર છે તેમની પૌત્રી

23 July, 2025

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રી કાઈ ટ્રમ્પ હાલમાં સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે.

માત્ર 18 વર્ષની ઉંમરે કાઈ ટ્રમ્પની કુલ સંપત્તિ $21 મિલિયન સુધી પહોંચી ગઈ છે.

કાઈની આવકનો મુખ્ય સ્ત્રોત NIL ડીલ્સ, મોડેલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે.

NIL એટલે Name, Image, and Likeness – જેનાથી કોલેજ એથ્લીટ્સ કમાણી કરે છે.

કાઈએ લીફ ટ્રેડિંગ કાર્ડ્સ, ટેલરમેડ ગોલ્ફ જેવી મોટી બ્રાન્ડ્સ સાથે ડીલ કરી છે.

સોશિયલ મીડિયા પર કાઈના કુલ 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

કાઈ TikTok, Instagram અને YouTube પર ખૂબ લોકપ્રિય છે.

તેણી વર્ષમાં અંદાજે $2.5 મિલિયન કમાય છે અને $16 મિલિયનનું ટ્રસ્ટ ફંડ ધરાવે છે.

કાઈ હાલ ધ બેન્જામિન સ્કૂલમાં અભ્યાસ કરે છે અને 2026 સુધી ધોરણ 10 પૂર્ણ કરશે.

હાઈસ્કૂલ પછી, તે મિયામી યુનિવર્સિટીમાં પ્રવેશ લેશે અને ગોલ્ફ ટીમનો ભાગ બની રહેશે.