IPL મેચમાં શુભમન બાદ પંજાબના કેપ્ટન ઋષભ પંતની અમ્પાયર સાથે ઉગ્ર દલીલ

12  April, 2024

 IPL 2024ની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો.

આ મેચમાં લખનૌની ઈનિંગની ચોથી ઓવરમાં પણ બોલાચાલી જોવા મળી હતી.

તે ઓવરમાં ઈશાંત શર્માના એક બોલને અમ્પાયરે વાઈડ જાહેર કર્યો હતો. આ પછી દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે આ નિર્ણયને પડકાર્યો હતો અને રિવ્યુ લીધો હતો.

જોકે, થર્ડ  અમ્પાયરે પણ મેદાન પરના અમ્પાયરના નિર્ણયને માન્ય રાખ્યો હતો. આવી સ્થિતિમાં દિલ્હીનો  રિવ્યુ  વ્યર્થ ગયો

રિવ્યુ વેસ્ટ થયા બાદ પંતે અમ્પાયર સાથે દલીલ કરી હતી. પંતનું માનવું હતું કે તે રિવ્યુ લેવા માગતો નથી.

જો કે, રિપ્લેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે પંતે રિવ્યુ લેવા માટે ટી-સાઇન કરી હતી.

ઋષભ પંત લાંબા સમય બાદ પ્રોફેશનલ ક્રિકેટમાં પરત ફર્યો છે. ડિસેમ્બર 2022માં કાર અકસ્માત બાદ તે એક્શનથી દૂર હતો.