24, May 2024

દિનેશ કાર્તિક અને તેની પત્ની દીપિકા પલ્લીકલની લવ સ્ટોરી એકદમ ફિલ્મી છે

દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ પહેલીવાર જીમમાં મળ્યા હતા. આ પછી બંનેને એકબીજાની કંપની પસંદ આવવા લાગી અને એકબીજા સાથે વધુને વધુ સમય વિતાવવા લાગ્યા.

2013માં કાર્તિકે દીપિકાને પ્રપોઝ કર્યું હતું. આ પછી બંનેએ સગાઈ કરી લીધી. બંનેએ એકબીજાને બે વર્ષ સુધી ડેટ કર્યા અને પછી લગ્ન કરી લીધા.

2015માં દિનેશ કાર્તિકે ચેન્નાઈમાં દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા હતા.

18 ઓક્ટોબર, 2021 ના રોજ, કાર્તિક અને દીપિકાને જોડિયા છોકરાઓનો જન્મ થયો. એકનું નામ કબીર અને બીજાનું નામ ઝિયાન.

દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ વ્યવસાયે સ્ક્વોશ ખેલાડી છે.  તે સ્ક્વોશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

દિનેશ કાર્તિકે RCB માટે IPL 2024ની સિઝન પૂરી થયા બાદ IPLમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે ટૂર્નામેન્ટમાં રમાયેલી 257 મેચમાં 4842 રન બનાવ્યા છે.