ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતાં હોવ તો આ નિયમો જાણવા જરૂરી

27 July, 2025

ભારતમાં લાંબી મુસાફરી માટે મોટાભાગના લોકો ટ્રેનને પસંદ કરે છે.

ટ્રેન ટિકિટની ઘણી કેટેગરી હોય છે, જેમાં જનરલ ટિકિટ સૌથી સસ્તી હોય છે.

જનરલ ટિકિટ સાથે કન્ફર્મ સીટ નથી મળતી, કોચમાં પહેલા આવો અને જગ્યા મળે ત્યાં બેસી જાઓ.

વંદે ભારત, રાજધાની જેવી લક્ઝરી ટ્રેનોમાં જનરલ ટિકિટ માન્ય નથી.

જનરલ ટિકિટ ખરીદ્યા પછી માત્ર 3 કલાક સુધી મુસાફરી માન્ય રહે છે.

ભીડથી બચવા માટે TTE પાસેથી જો સીટ ખાલી હોય તો રિઝર્વ્ડ સીટ લઈ શકાય છે.

યોગ્ય ભાડુ ભરીને જનરલ ટિકિટથી રિઝર્વ્ડ કોચમાં જવા મળે છે.

નિયમ તોડવામાં આવે તો દંડ ભરવો પડે છે અથવા ટ્રેનમાંથી ઉતારવામાં પણ આવી શકે છે.