શરીરની આ 3 બીમારીઓ  વધારે છે હાર્ટ એટેકનું જોખમ

02 Sep, 2024

નિષ્ણાતો મુખ્યત્વે હાર્ટ એટેક અને સ્ટ્રોક માટે અહીં જણાવેલ ત્રણ રોગોને જવાબદાર માને છે.

યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીમાં રજૂ કરાયેલા સંશોધન મુજબ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.

આ સંશોધન 34,269 પુખ્ત વયના લોકો પર કરવામાં આવ્યું હતું જેમાં આ રોગોની અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

પેટની ચરબી, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલની સ્થિતિને મેટાબોલિક સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

મેટાબોલિક સિન્ડ્રોમ ધરાવતા લોકોને સામાન્ય લોકો કરતા 2 વર્ષ વહેલા હાર્ટ એટેક અને સ્ટ્રોક આવે છે.

મેટાબોલિક સિન્ડ્રોમ ધરાવતા લોકોને હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ હોય છે. પુરુષોની કમરનું કદ 101 સે.મી.થી વધુ હોય છે, સ્ત્રીઓની કમર 88 સે.મી.થી વધુ હોય છે.

આ રોગોની સમયસર સારવાર કરવી જરૂરી છે.

આ રોગોને કસરત દ્વારા નિયંત્રિત કરી શકાય છે. સાથે સંતુલિત આહાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નોંધ :  અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોગની જાણકારી માટે નિષ્ણાતોની સલાહ લેવી.

All Photo Creadit - gettyimages