હવે ત્વચા નહીં તરડાઈ, હાથને બનાવો મુલાયમ
12 DEC 2023
Pic credit - Freepik
શિયાળાના પવનોથી માત્ર ફેસની ત્વચા જ નહીં, હાથ પણ ફાટી જાય છે
અહીં તમને ઘણી ટીપ્સ આપી છે તેને ફોલો કરો અને હાથને મુલાયમ રાખો
રાત્રે સુતા પહેલા હાથને ગરમ મીઠાના પાણીમાં 5 મિનિટ ડુબાડી રાખો અને પછી હેન્ડ ક્રીમ અથવા દેશી ઘી લગાવો.
એલોવેરા જેલમાં 5થી 7 ટીપા ગ્લિસરીન નાખો, પછી મસાજ કરો. હાથને પાણી ન અડવા દો. સવારે હાથને નવશેકા પાણીથી સાફ કરો.
રાત્રે બદામના તેલને નવશેકું ગરમ કરીને તેનાથી ધીરે-ધીરે મસાજ કરો. ત્વચા એકદમ મુલાયમ થઈ જશે. રોજ આ ટેવ પાડવી જોઈએ.
હોમ મેડ સ્ક્રબ કરો તૈયાર. ઓલિવ ઓઈલમાં ખાંડ મિક્સ કરો અને આ મિશ્રણથી હાથ સાફ કરો. આ પછી તમારા હાથને હૂંફાળા પાણીથી ધોઈ લો.
ત્વચાને કોમળ બનાવવા માટે રોજે સુતા પહેલા નાળિયેરનું ઓઈલ હાથ પર લગાવવું જોઈએ.
(નોંધ : કોઈ પણ વસ્તુઓને અનુસરતા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી આવશ્યક છે. અહીં આપેલી ટીપ્સ નોર્મલ સ્કીનને લઈને છે.)
આ લોકોએ ના ખાવો જોઈએ મૂળો, નહીં તો વધી શકે છે ખતરો
અહીં ક્લિક કરો