કાશ્મીરનું કેસર વિશ્વનો સૌથી મોંઘો મસાલો માનવામાં આવે છે. એક કિલો કેસરની કિંમત ત્રણ લાખથી વધુ હોવાનું માનવામાં આવે છે.
કાશ્મીરનું કેસર
સ્વાદની સાથે-સાથે કેસરના સ્વાસ્થ્ય લાભોમાં પણ કોઈ કમી નથી હોતી. તેથી જ લોકો થોડાં કેસર માટે પણ હજારો રૂપિયા ખર્ચે છે.
સ્વાદ અને ફાયદા
કેસર ઉગાડવું અને લણવું એ ખૂબ જ મુશ્કેલ અને કપરું કામ છે, તેથી તેને મોંઘા ભાવે વેચવામાં આવે છે, જેના કારણે નકલી કેસર પણ વેચાવા લાગ્યું છે.
નકલી કેસરનું વેચાણ
જો કેસરને પાણીમાં નાખ્યા પછી તરત જ તે રંગ છોડવા લાગે છે, તો સમજો કે તે નકલી છે, કારણ કે અસલી કેસર થોડાં સમય પછી રંગ છોડે દે છે.
કેસરને પાણીમાં નાખીને તપાસો
તમારી હથેળી પર કેસરનો એક રેસો મૂકો અને પાણીનું ટીપું લો. તેને ઘસો, તે તેનો રંગ છોડવા લાગશે, પરંતુ રેસાના રંગમાં કોઈ ફેરફાર થશે નહીં અને તે ઓછો પણ નહીં થાય.
હાથમાં ઘસો
બેકિંગ સોડાને પાણીમાં ઓગાળીને તેમાં કેસર નાખતા સાચું કેસર પીળો રંગ અલગ કરે છે તેમજ નકલી કેસર પાણીના રંગને નારંગી જેવો બનાવે છે.
બેકિંગ સોડા
અસલી કેસર દૂધ અને ગરમ પાણીમાં એકદમ મિક્ષ થઈ જાય છે. તેના રેસા પણ દેખાતા નથી. નકલી કેસરના રેસા ઓગળતા નથી.
દૂધ અને ગરમ પાણી
કેસરના ફૂલની વચ્ચે ત્રણ રેસા નીકળે છે. તે ખૂબ જ નાજુક છે અને જો હાથમાં રાખવામાં આવે તો તૂટી જાય છે.
કેટલા રેસા હોય છે
જો તમે તમારી જીભ પર કેસર લગાવો અને તેનો સ્વાદ મીઠો હોય તો સમજવું કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે, કારણ કે કેસર મીઠું નથી.