શિયાળાની ઋતુ શરૂ થતાની સાથે જ રોગો શરૂ થાય છે. આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે
મોસમી રોગો
આદુ ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે. તેથી આહારમાં આદુનો સમાવેશ કરવો જોઈએ.
ઈમ્યુનિટી સિસ્ટમ
સોડિયમ, પોટેશિયમ, વિટામિન બી, સી, ફોલેટ, ઝિંક અને મેગ્નેશિયમ જેવા ગુણ આદુમાં જોવા મળે છે. આ ઉપરાંત તેમાં બળતરા વિરોધી અને એન્ટી-ઓક્સિડન્ટ્સ પણ મળી આવે છે.
પોષક તત્વો
તેને રોજ ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, શરદી અને ઉધરસમાં રાહત આપે છે. ફેટી લીવરની સમસ્યાને દૂર કરે છે અને કબજિયાતથી પણ રાહત આપે છે.
આદુના ફાયદા
દુખાવા અને ગળામાં ખરાશની સ્થિતિમાં આદુની એક નાના ટુકડાને મધમાં ભેળવીને ખાઈ શકો છો. તેનાથી તમને શરદી અને ઉધરસથી થતા ગળાના દુખાવામાં રાહત મળે છે.
આદુ અને મધ
શિયાળામાં લોકો વધુ મસાલેદાર ખોરાક ખાય છે, જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. જો પાચન પ્રક્રિયામાં ખલેલ પડતી હોય તો આદુને સંચળમાં ભેળવીને ખાઓ.
આદુ સાથે સંચળ
શિયાળામાં ઘણા લોકોને સાંધાના દુખાવાની ફરિયાદ હોય છે. તેના ઈલાજ માટે તમે આદુનું સેવન કરી શકો છો. તેના બળતરા વિરોધી ગુણો તમને પીડા અને સોજાથી રાહત આપશે.
સાંધાનો દુખાવો ઓછો કરે છે
શરદીની સ્થિતિમાં તમે આદુનો ઉકાળો પણ પી શકો છો. આ માટે તમે તેમાં તજ, લવિંગ, કાળા મરી, મધ, આમળા અને તુલસી પણ ઉમેરી શકો છો.
આદુનો ઉકાળો પીવો
રોજ નરણા કોઠે ખાઓ સુગંધીદાર મસાલા, ઘણી બિમારીમાં મળશે રાહત