કોઈ વ્યક્તિએ ઓછામાં ઓછી કેટલી કલાક સૂવુ જોઈએ?

29 Sep. 2024

Image Source : Freepik

દરેકે પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે, દરરોજ સારી શાંતિપૂર્ણ ઉંઘ લેવી જરૂરી છે.

Image Source : Pexels

તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે તમારી ઊંઘની જરૂરિયાત તમારી ઉંમર પર નિર્ભર કરે છે.

Image Source : Freepik

જો તમે પુખ્ત વયના છો એટલે કે તમારી ઉંમર 18 વર્ષથી વધુ છે, તો તમારે ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ લેવી જોઈએ.

જો રોજ રોજ નીંદર પૂરી ન થાય તો, તમે તણાવ, ચિંતા, હતાશા અને અનિદ્રા જેવી સમસ્યાનો ભોગ બની શકો છો. 

Image Source : Freepik

13 વર્ષથી 18 વર્ષની વય વચ્ચે વ્યક્તિએ 8 થી 10 કલાકની સારી ઊંઘ લેવી જોઈએ

Image Source : Pexels

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર નાની ઉંમરે તમારા શરીરને વધુ ઊંઘની જરૂર છે

Image Source : Freepik

6 થી 12 વર્ષની વયની વ્યક્તિએ 9 થી 12 કલાકની ઊંઘ લેવી જોઈએ અને 3 થી 5 વર્ષની વયની વ્યક્તિએ 10 થી 13 કલાકની ઊંઘ લેવી જોઈએ.

એકથી બે વર્ષના બાળકે 11 થી 14 કલાક અને 4 મહિનાથી 12 મહિનાના બાળકે 12 થી 16 કલાક સૂવું જોઈએ.

આ ઉપરાંત, તમારે રાત્રે એક જ સમયે સૂવાની આદત રાખવી જોઈએ અને સવારે એક  જ સમયે જાગવું જોઈએ.