9 Nov 2023

ભારતના આ શહેરનું નામ કેવી પીતે પડ્યુ મીની જાપાન? 

Tv9 Hindi

દેશમાં એવુ પણ શહેર છે,  જેને મિનિ જાપાનના નામથી ઓળખવામાં આવે છે. એ શહેરને મીની જાપાન નામ પંડીત જવાહરલાલ નહેરુએ આપ્યુ હતુ.

પંડીત નહેરુ સાથે કનેક્શન

તમિલનાડુના શહેર શિવકાશીને જ પંડીત નહેરુએ મિનિ જાપાન કહ્યુ હતુ. તેને આ નામ દેવા પાછળ પણ એક કારણ હતુ.

ક્યાં છે મીની જાપાન?

Credit: PTI/ Twitter

જાપાન ફટાકડા માટે જાણીતો દેશ છે અને ભારતમાં શિવકાશીમાં ફટાકડા તૈયાર થાય છે. આથી તેને મીની જાપાન કહેવામાં આવે છે. 

શા માટે રાખ્યુ આ નામ?

ચેન્નાઈથી 500 કિલોમીટર દૂર આવેલા આ શહેરમાં 400થી વધુ ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે. દેશમાં 90 %  ફટાકડાની સપ્લાય અહીંથી જ થાય છે.

કેટલા ફટાકડા બને છે ?

વર્ષમાં કેટલાક ખાસ પ્રસંગોએ ફટાકડા ફોડવામાં આવે છે. પરંતુ તેને બનાવવાની તૈયારી વર્ષના 300 દિવસ સુધી ચાલે છે. 

વર્ષમાં 300 દિવસ બને છે ફટાકડા

શિવાકાશીને ફટાકડાનું શહેર બનાવવાનો શ્રેય અય્યર નાદર અને શનમુગા નાદર નામના બંને ભાઈઓને જાય છે. અહીં ફટાકડાની ફેક્ટરી નાખી હતી.

કોણે બનાવ્યુ ફટાકડાનું શહેર

બંને ભાઈ ફટાકડા અને માચિસ બનાવવાની રીત શીખવા કોલકાતા ગયા અને ત્યાંથી પરત આવીને તેમણે શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરી નાખી. 

ફટાકડા બનાવવાની રીત શીખવા કોલકાતા ગયા

અમદાવાદના વાંચ ગામને પણ ગુજરાતના શિવાકાશી તરીકેની ઓળખ મળી છે. વાંચ ગામમાં બનતા ફટાકડા માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોના વેપારીઓ પણ ખરીદવા આવે છે. 

ગુજરાતમાં પણ છે  ફટાકડાનું શિવાકાશી

9 નવેમ્બર 2023

દરેક કારમાં હોય છે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ

Pic Credit- Social Media