આજના સમયમાં ઘણા લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનો શિકાર બને છે.
હાઈ બ્લડ પ્રેશરને કારણે હાર્ટ એટેક, બ્રેઈન સ્ટ્રોક, કિડનીની બીમારી અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે.
બ્લડ પ્રેશર વધવાનું એક ખાસ કારણ શરીરમાં વિટામિન્સની ઉણપ હોઈ શકે છે.
શરીરમાં વિટામિન D ની ઉણપને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.
વિટામિન D શરીરમાં કેલ્શિયમને શોષી લે છે, જે રક્ત વાહિનીઓના કાર્ય માટે જરૂરી છે. તેની ઉણપને કારણે કેલ્શિયમનું સ્તર બગડે છે, જેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે.
શરીરમાં વિટામિન Dની ઉણપને દૂર કરવા માટે, તમે ડૉક્ટરની સલાહ મુજબ તેની દવા લઈ શકો છો.
વિટામિન D ની ઉણપને દૂર કરવા માટે, તમે તમારા આહારમાં ઇંડા, દૂધ, ચીઝ, મશરૂમ અને સૅલ્મોન માછલીનો સમાવેશ કરી શકો છો.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી.