બોલિવૂડની ડ્રીમ ગર્લ કહેવાતી હેમા માલિનીએ લાંબા સમયથી પોતાની ફિલ્મોથી દર્શકોનું કર્યું છે મનોરંજન

હેમા માલિની છેલ્લે વર્ષ 2020માં ફિલ્મ 'શિમલા મિર્ચી'માં જોવા મળી હતી

આ દરમિયાન હેમા માલિની પોતે પણ મોટા પડદા પર કમબેક કરવાની ઈચ્છા કરી છે વ્યક્ત 

જો કે ફિલ્મોમાં કમબેક કરતા પહેલા હેમા માલિનીએ મેકર્સ સામે મૂકી છે એક શરત 

હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન હેમા માલિનીએ કહ્યું હતું કે, કોઈએ આવીને મને સારો રોલ આપવો જોઈએ

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, રોલ તેમની ઉંમર પ્રમાણે હોવો જોઈએ. તે ગ્લેમરસ હોઈ શકે છે પરંતુ મારા અનુકૂળ હોવો જોઈએ

બીજી તરફ નેગેટિવ રોલને લઈને હેમાએ કહ્યું કે, હું કોઈ માટે ખરાબ નથી વિચારતી, તો હું નેગેટિવ રોલ કેવી રીતે કરી શકું?

પલક તિવારીએ પહેરી સાડી, ટ્રેડિશનલ લુક પર ફિદા થયા ફેન્સ, જુઓ Photos