આજકાલ, નાની ઉંમરે પણ લોકો ચશ્મા પહેરે છે, તેની પાછળ બે મુખ્ય કારણો છે, ખરાબ ખાવાની આદતો અને વધુ પડતો સ્ક્રીન ટાઈમ.
આંખોને સ્વસ્થ રાખવા માટે ઘણા વિટામિન્સ અને મિનરલ્સની પણ જરૂર હોય છે, તેમાંથી એક ઝિંક છે જે રેટિના માટે જરૂરી છે, જેથી તમે યોગ્ય રીતે જોઈ શકો.
જો શરીરમાં ઝીંકની ઉણપ હોય તો અસ્પષ્ટ દ્રષ્ટિ, રાતાંધળાપણું, ઘા ન રૂઝાવા, બીમાર પડવું, ચીડિયાપણું, સુસ્તી, સ્વાદ અને ગંધમાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે.
ઝિંકની ઉણપને દૂર કરવા માટે ઈંડું એક સારો સ્ત્રોત છે, તે સેલેનિયમની ઉણપને પણ પૂરી કરે છે અને આંખોની રોશની માટે પણ તે આવશ્યક ખનિજ છે.