ક્યારેય વિચાર્યું છે કે એપલ પોતાના દરેક ફેમસ પ્રોડક્ટ જેવા કે iPhone, iPad, iMac કે iPod ના નામની શરૂઆત અંગ્રેજીના નાના અક્ષર ‘i’ થી જ કેમ કરે છે?

કદાચ 90 ટકાથી વધુ આઇફોન યુઝર્સને પણ આ સવાલનો સાચો જવાબ ખબર નહીં હોય.

આ કહાની વર્ષ 1998 થી શરૂ થાય છે, જ્યારે એપલ કંપનીએ પોતાનું પહેલું કમ્પ્યુટર ‘iMac’ લોન્ચ કર્યું હતું.

એપલના પૂર્વ સીઈઓ સ્ટીવ જોબ્સે દુનિયા સામે આ નામનો ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે આમાં ‘i’ નો મુખ્ય અર્થ ‘ઈન્ટરનેટ’ થાય છે.

Individual- આનો અર્થ એ થાય છે કે આ એક પર્સનલ ડિવાઇસ છે, જે દરેક વ્યક્તિની પોતાની જરૂરિયાતો અને પસંદગીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

Instruct -આ ડિવાઇસ યુઝર્સને કંઈક નવું શીખવવામાં અને તેમને સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

Inform -આ ટેકનોલોજીનો ઉદ્દેશ્ય યુઝર્સ સુધી દુનિયાભરની તમામ મહત્વપૂર્ણ માહિતી સરળતાથી પહોંચાડવાનો છે.

Inspire - એપલ પોતાના પ્રોડક્ટ્સ દ્વારા લોકોને જીવનમાં કંઈક અલગ, નવું અને સર્જનાત્મક કરવાની પ્રેરણા આપવા માંગે છે.

આજે એપલ કંપની માટે આ ‘i’ અક્ષર માત્ર નામનો એક ભાગ નથી, પરંતુ તે કંપનીની એક વૈશ્વિક ઓળખ અને બ્રાન્ડ વેલ્યુ બની ગયો છે