ગોંડના પેઈન્ટિગથી લઈને નાગાલેન્ડની શાલ,પીએમ મોદીએ બ્રિક્સ નેતાઓને આ ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સંમેલન દરમિયાન અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ, તેમની પત્ની અને દક્ષિણ આફ્રિકાના પ્રથમ મહિલા તેમજ બ્રાઝિલના રાષ્ટ્રપતિને પીએમએ ભેટ આપી 

મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાને બિદરી સુરાહી જે સુંદર ફુલદાની છે તે ભેટ કરી 

આ ફુલદાની તેલંગાણાના વિશિષ્ટ 500 વર્ષ જૂના પર્સિયન હસ્તકલાનું પ્રતીક છે 

દક્ષિણ આફ્રિકાની પ્રથમ મહિલાને નાગાલેન્ડની શાલ ભેટમાં આપી જે સ્થાનિક કપાસ, રેશમ અને ઊનમાંથી બનાવવામાં આવી

બ્રાઝિલના રાષ્ટ્રપતિને ગોંડ પેઇન્ટિંગ ભેટમાં આપી જે કુદરતી રંગો, કોલસો, અન્ય સામગ્રી સાથે બનાવવામાં આવી છે

Chandrayaan 3ની સફળતાથી દેશમાં ખુશનો માહોલ