દેશની એ ફેમસ કોલેજ, જેમાં બૉલીવુડ ફિલ્મોનું થયું છે  શૂટિંગ

મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજ કેમ્પસ બોલિવૂડની ઘણી ફિલ્મો અને જાહેરાતોમાં જોવા મળે છે. 'જાને તુ યા જાને ના' થી લઈને 'કુછ કુછ હોતા હૈ' સુધીની આ અહીં ફિલ્મો શૂટ કરવામાં આવી છે

સેન્ટ ઝેવિયર્સ કોલેજ

IIM બેંગ્લોરમાં પણ ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે. જેમાં આમિર ખાન, આર. માધવન અને શરમન જોશીની સુપરહિટ ફિલ્મ 3 ઈડિયટ્સનો સમાવેશ થાય છે. ફિલ્મ સ્ટેટ્સનું શૂટિંગ પણ IIM અમદાવાદ કેમ્પસમાં થયું છે

IIM બેંગ્લોર અને અમદાવાદ

 રણબીર કપૂર અને નરગીસ ફખરીની સુપરહિટ ફિલ્મ રોકસ્ટારનું શૂટિંગ દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં થયું છે. તેના કેટલાક દ્રશ્યો સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં પણ શૂટ કરવામાં આવ્યા હતા

હિન્દુ કોલેજ

 દેહરાદૂન સ્થિત ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પણ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેમાં કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર પણ સામેલ છે. આ સિવાય 'ક્રિષ્ના કોટેજ', 'રહેના હૈ તેરે દિલ મેં' અને 'પાન સિંહ તોમર'નું શૂટિંગ પણ અહીં થયું છે

ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડનું શૂટિંગ પૂણેની સિમ્બાયોસિસ યુનિવર્સિટીના કેમ્પસમાં થયું છે. સલમાન ખાન અને કરીના કપૂરે 40 દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું

સિમ્બાયોસિસ યુનિવર્સિટી

ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી કોલેજોની વાત કરીએ તો મુંબઈની પ્રખ્યાત ગ્રાન્ટ મેડિકલ કોલેજને કેવી રીતે ભૂલી શકાય. રાજુ હિરાનીની ફિલ્મ મુન્નાભાઈ MBBSનું શૂટિંગ આ મેડિકલ કોલેજમાં થયું હતું

ગ્રાન્ટ મેડિકલ કોલેજ

દીપિકાથી લઈને આલિયા અને ઐશ્વર્યા રાય, આ એક્ટ્રસના છે માનેલા ભાઈ