ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે આ દાળ

08 September 2023

દાળમાં પ્રોટીન વધુ માત્રામાં હોય છે,  ડાયેટરી ફાઈબર મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ અને આયરન જેવા પોષક તત્વો  પણ હોય છે

દાળ ખાવાના અનેક ફાયદા છે. તે બેડ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. 

મેદસ્વીતા ઓછી કરે છે આ દાળ જો તમે ઝડપથી પાતળા થવા માગો છો તો આ દાળને પણ તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. અહીં જાણો આ દાળ કઈ છે.

મગની દાળ ખાઓ- મગની દાળ ખાવાથી મેટાબોલિઝમ વધે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. જેથી આપ ઓવરઈટીંગથી બચી શકો છો

ચણાની દાળમાં ફાઈબર અને પ્રોટીન વધુ હોય છે. એ એક પ્રકારનું સુપરફુડ છે. તેનાથી ફક્ત વજન જ નથી ઘટતુ પરંતુ હાર્ટ અને ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે 

અડદની દાળમાં ફોલિક ઓસિડ, ફાઈબર અને ગુડકાર્બ્સ હોય છે. આ દાળ ખાવાથઈ ભૂખ પર કંટ્રોલ રહે છે. તે હાર્ટની બીમારીઓથી પણ બચાવે છે.

મસુર દાળમાં એન્ટીઓક્સિડન્ટના ગુણ હોય છે. તેમા એન્ટી એજિંગ ગુણો પણ હોય છે. આ દાળને ખાવાથી પણ પણ ઝડપથી વજન ઓછુ થાય છે. 

બેડ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે- દાળ ખાવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે, તે બેડ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે, આ સાથે જ કેટલીક દાળ એવી હોય છે જે ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે

વારંવાર કેમ ઝપકે છે પાંપણ? મળી ગયો જવાબ