16 May 2025

શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?  

ખરાબ જીવનશૈલી અને ખાનપાનના લીધે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. બીજું કે, આંખના થકી પણ હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે છે. 

હાર્ટ એટેકનું જોખમ

હાર્ટ એટેક પહેલા આંખોની રેટિનામાં બ્લડ સપ્લાય બંધ થઈ જાય છે, જેનાથી આંખની રોશની અચાનક જતી રહે છે. 

બ્લડ સપ્લાય

આઈલિડ (પોપચા)ની પાસે પીળા રંગના ધબ્બા દેખાય તો સમજવું કે આ હૃદયરોગનો એક સંકેત છે. 

પીળા રંગના ધબ્બા 

બ્લડ કોટિંગના લીધે આંખોની નસોમાં બ્લોકેજ આવી શકે છે. આંખોની બ્લડ વેસલ્સ (રક્ત વાહિની)ને નુકસાન થવાથી આંખની સમસ્યા ઊભી થાય છે. 

નસોમાં બ્લોકેજ 

આ સિવાય જોઈએ તો, આંખોની બ્લડ વેસલ્સની અસર હૃદય પર પણ થઈ શકે છે. આંખોમાં વારંવાર બળતરા કે ઝાંખું દેખાવું એ હાઈ બીપીનું સંકેત હોઈ શકે છે અને હાઈ બીપી હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

હાઈ બીપી હાર્ટ એટેકનું કારણ

આંખોને લગતી નાની નાની સમસ્યાને નજરઅંદાજ ન કરવી જોઈએ. આથી સમયસર આંખોનું ચેકઅપ કરાવવું જરૂરી છે. જો તમને પણ આંખોને લઈને કોઈ સમસ્યા હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. 

આંખોનું ચેકઅપ

સમયસર આંખોનું ચેકઅપ કરાવી લેવાથી હાર્ટ એટેક જેવી સમસ્યાને માત આપી શકાય છે. 

હાર્ટ એટેકને માત 

(Disclaimer: આ આર્ટિકલ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આથી જો આંખને લગતી કોઈપણ તકલીફ હોય તો સૌથી પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.)