17 Oct 2023

દિવાળી પર નકામી વસ્તુઓને ફેંકો બહાર, દેવી લક્ષ્મીને કરો પ્રસન્ન

Pic credit - Freepik

ઘરને સ્વચ્છ રાખો

દિવાળીનો તહેવાર તમારા ઘરને સુખ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરી દેવાનો આદર્શ સમય છે. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે તમારા ઘરને સાફ રાખવું જોઈએ.

ઘરમાંથી નકામી વસ્તુઓ દૂર કરો

દિવાળીના તહેવાર પર દેવી લક્ષ્મીના આગમન પ્રસંગે તમારે ઘરમાંથી નકામી વસ્તુઓ કાઢી નાખવી. જે તમારા ઘરની આસપાસ પડેલી હોય અને જે તમારા ઘર માટે જરૂરી નથી.

તૂટેલી વસ્તુઓ ન રાખો

તમારા ઘરમાં જે પણ તૂટેલી વસ્તુઓ પડી હોય તેને દિવાળી પહેલા ઘરની બહાર ફેંકી દો. જે વસ્તુઓની તમને હવે જરૂર નથી તે વેચો અથવા દાન કરો.

જૂના પુસ્તકોનો નાશ કરો

જે હવે તમારે કામ નથી આવતા તેવા જૂના અને નકામા પુસ્તકોનો નાશ કરો. 

ઘરમાંથી કાઢી નાખો આ વસ્તુઓ

ઘરમાંથી એવી વસ્તુઓ કાઢી નાખો જે તમારા માટે જરૂરી નથી. જે વાસણોની હવે જરૂર નથી તે વેચો અથવા દાન કરો.

જૂના રમકડાં

નાના બાળકોના રમકડાં જે હવે તેમના માટે ઉપયોગી નથી, ગરીબ બાળકોને દાન કરો અને જૂના પુસ્તકો દાન કરો જે તમારા માટે કોઈ કામના નથી.

બંધ ઘડિયાળ

ઘરમાંથી બંધ ઘડિયાળ તેમજ કાચની તુટેલી વસ્તુઓને પણ દૂર કરી દેવી જોઈએ.

દેવી લક્ષ્મીના આશીર્વાદ

ઘરમાં સારી વસ્તુઓ મુકવા માટે જગ્યા ખાલી થશે. જેનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારી સાથે રહેશે.

દિવાળી પર નકામી વસ્તુઓને ફેંકો બહાર, દેવી લક્ષ્મીને કરો પ્રસન્ન