ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓએ તરબૂચ ખાવું જોઈએ કે નહીં?

11  April, 2024

કેટલાક લોકો તરબૂચને એમ વિચારીને ખાવાનું ટાળે છે કે તેમાં ઘણી બધી નેચરલ સુગર હોય છે.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ડાયાબિટીસના દર્દીઓએ તરબૂચ ખાવું જોઈએ કે નહીં?

ડાયાબિટીસના દર્દીઓએ એવા ફળોનું સેવન કરવું જોઈએ જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય.

જો કે તરબૂચનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 72 ની આસપાસ હોય છે.

નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશનના સંશોધકોના જણાવ્યા અનુસાર, ડાયાબિટીસના દર્દીઓ મર્યાદિત માત્રામાં તરબૂચનું સેવન કરી શકે છે.

તેઓએ વધુ માત્રામાં તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ

તમે અઠવાડિયામાં લગભગ એક કે બે વાર તરબૂચ ખાઈ શકો છો

તરબૂચ ખાધા પછી તમારૂ બ્લડ શુગર પણ ચેક કરો.